૨. પ્રેમ અભાવ ..ચાલુ ..
[૨ ] પ્રેમ વિહીન જીવન મૃત્યુ છે ..
તમારા જીવનમાં જો પ્રેમ નહી હોય તો તમારામાં એ ચેતન પણ નહી હોય જે પ્રેમીમાં હોય છે ..જો માત્ર કર્તવ્ય જ હશે અને પ્રેમ નહી હોય તો તમને લાગશે કે તમારી ભીતરે કશુક મૃત થી રહ્યું છે .પ્રેમ વિહીન મનોદશામાં તમે અનુભવો છો કે -તમે ચાલો છો પણ હવે એ ચાલમાં નૃત્ય નથી .બોલો છો પણ બોલમાં એ ગીત નથી .જુઓ છો પણ આંખોથી કશું વરસતું નથી .આંખો કોરી અને ખાલી છે ..
સ્પર્શ કરો છો પણ સ્પર્શમાં ઉષ્મા નથી ,જાણે મડદાના ઠંડા હાથ ,જેમાં કોઈ ભાવદશા નહી …..કોઈ લ્હેર નહી ..કોઈ સ્પન્દન નહી . આવી વ્યક્તિ એક ઝાડનું ઠુંઠું છે જેમાં ણ પાંદડા છે ,ન ફળ છે ,ન ફૂલ છે .એ રાહ જોઈ રહ્યો છે મૃત્યુની ..
અમેરિકાની અદ્દ્ભૂત વિભૂતિ શ્રી હેન્રી થોરોને એક વ્યક્તિ મળવા આવી .હેન્રી થોરોએ ખૂબ જ પ્રેમથી હસ્તધૂન કર્યું …પરંતુ બીજી જ પળે થોરોએ એ વ્યક્તિનો હાથ જટકા સાથે છોડી દીધો …અને આંખો બંધ કરી લીધી ..પેલી વ્યક્તિએ આશ્ચર્યથી પૂછ્યું -શાથી આં રીતે તમે હાથ છોડાવ્યો ? હેન્રી થોરોના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા ..તે રડવા લાગ્યા ..પેલી વ્યક્તિએ તેઓને ફરી પૂછ્યું -શાથી રડો છો ? થોરોએ અશ્રુ ભીની આંખે કહ્યું :”તને ખ્યાલ નથી ,શું થયું છે ? જયારે તારો હાથ મેં હાથમાં લીધો ત્યારે હતું કે એક માણસ સાથે હસ્તધૂન કરું છુ ..પરંતુ મને એ પળે અનુભવ થયો કે મેં એક લાશનો હાથ પકડી લીધો છે …મને લાગ્યું કે કોઈ સૂકાયેલા વૃક્ષની ડાળીથી હાથ મિલાવું છુ …જ્યાં ન પ્રેમ છે ..ન કરુણા છે ..ન સૌહાર્દ્ય ,ન મૈત્રી ..તારા તમાં રસ ન હતો ..ન કોઈ જીવંત પ્રવાહ ,એક મડદાંનો હાથ પકડી લીધો જાણે …
ભોજનના અભાવથી શરીર મરે છે
પ્રેમના અભાવથી આત્મા મરે છે ….
પ્રેમ જ આત્માનો શ્વાસ છે ….ભોજન વગર જેમ તેમ કરીને કદાચ શરીરને ટકાવી શકાય પરંતુ પ્રેમના મૃયું પછી જીવંતતા શક્ય નથી ..પ્રેમ વિહીન જીવન મૃત્યુ સમાન છે .
વૈજ્ઞાનિકોએ શોધવા પ્રયત્ન કર્યો કે ,શું માતાના ધાવણ વગર બાળક જીવી શકે ખરું ? તેઓએ બાળકને માંથી અળગું રાખી ,માત્ર અન્ય દૂધ પર રાખ્યું ,તો જોવા મળ્યું કે બાળક સૂકાઈ ગયું છે ..દૂધ શરીરને પોષણ આપે છે દૂધ જીવન નથી .દૂધ સાથે માતાના સત્નોથી પ્રેમની ધારા પણ વહેતી હોય છે …દૂધ વગર બાળક જીવી શકે ,પરંતુ માતાના પ્રેમ વગર તે મુડદાલ બની જીવશે …
ક્રમશઃ